સાયમન્ડ્સ માણસ તરીકે પણ ઉમદા હતો એ આઇપીએલમાં અનુભવ્યું : ભજ્જી

16 May, 2022 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮માં સિડની-ટેસ્ટમાં સાયમન્ડ્સે આક્ષેપ કર્યો હતો કે હરભજન સિંહે તેની સામેની દલીલ દરમ્યાન ‘મન્કી’ શબ્દનો ઉપયોગ કરીને રંગભેદનો અભિગમ અપનાવ્યો હતો

ભજ્જી અને સાયમન્ડ્સ

૨૦૦૮માં સિડની-ટેસ્ટમાં સાયમન્ડ્સે આક્ષેપ કર્યો હતો કે હરભજન સિંહે તેની સામેની દલીલ દરમ્યાન ‘મન્કી’ શબ્દનો ઉપયોગ કરીને રંગભેદનો અભિગમ અપનાવ્યો હતો. જોકે ભજ્જીએ એ આક્ષેપને નકાર્યો હતો. ૨૦૧૧માં તેઓ બન્ને મુંબઈ ઇન્ડિયન્સમાં સાથી-ખેલાડી બન્યા ત્યારે તેમની વચ્ચે સમાધાન થયું હતું અને બન્ને એકમેકના મિત્ર બન્યા હતા. ભજ્જીએ ગઈ કાલે એક મુલાકાતમાં કહ્યું કે ‘સાયમન્ડ્સના ઓચિંતા મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. તેણે આપણી વચ્ચેથી ખૂબ વહેલી વિદાય લીધી. તે ખેલાડી તરીકે તો ઉત્કૃષ્ટ હતો જ, માણસ તરીકે પણ ઉમદા હતો એ આઇપીએલમાં મેં અનુભવ્યું હતું.’

સાયમન્ડ્સને સચિન તેન્ડુલકર, રિકી પૉન્ટિંગ, માઇકલ ક્લાર્ક, ગિલક્રિસ્ટ, જેસન ગિલેસ્પી, માઇકલ બેવન, ડેમિયન ફ્લેમિંગ સહિત દેશ-વિદેશના અનેક ક્રિકેટરોએ સોશ્યલ મીડિયા પર અંજલિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયમન્ડ્સના મૃત્યુના સવારમાં જ સમાચાર મળ્યા અને એ સમાચાર તેના કરોડો ચાહકોને આઘાતમાં ડુબાડી દેનારા હતા. તેના સાથી-ખેલાડીઓના મતે સાયમન્ડ્સ વફાદાર હતો અને મોજીલા સ્વભાવનો હતો.

sports sports news cricket news australia