11 July, 2024 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉન્મુક્ત ચંદ
૨૦૧૨માં ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ જિતાડનાર ઉન્મુક્ત ચંદે અમેરિકન ટીમમાં રમવા માટે ૨૦૨૧માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પણ ૩૧ વર્ષના ઉન્મુક્ત ચંદને T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકન ટીમમાં સ્થાન ન મળતાં મોટો આંચકો લાગ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ત્યારે મારી અંદર આંતરિક લડાઈ ચાલી રહી હતી, એ મને તોડી રહી હતી. એ વાસ્તવિકતા મને
અલગ-અલગ તબક્કામાં તોડવાનું કામ કરી રહી હતી.’
પહેલી વખત T20 વર્લ્ડ કપ રમનાર અમેરિકાની ટીમ સુપર-એઇટ રાઉન્ડ બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.