વન-ડે મૅચમાં ફિફ્ટી ફટકારીને ફાઇફર લેનાર યંગેસ્ટ અને પહેલો નેપાલી ઑલરાઉન્ડર બન્યો ગુલશન ઝા

20 September, 2024 11:00 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

તેણે ઓમાન સામે ૫૩ રન ફટકારીને બીજી ઇનિંગ્સમાં ફાઇફર એટલે કે પાંચ વિકેટ પણ ઝડપી હતી

ગુલશન ઝા

નેપાલ અને ઓમાન વચ્ચે ગઈ કાલે રમાયેલી વન-ડે મૅચમાં ઓમાનની ટીમે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી, પરંતુ આ મૅચમાં નેપાલનો ૧૮ વર્ષ ૨૧૪ દિવસની ઉંમરનો ઑલરાઉન્ડર ગુલશન ઝા પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. તેણે ઓમાન સામે ૫૩ રન ફટકારીને બીજી ઇનિંગ્સમાં ફાઇફર એટલે કે પાંચ વિકેટ પણ ઝડપી હતી. 

તે વન-ડે મૅચમાં આ કમાલ કરનાર ઇતિહાસનો ૨૪મો અને નેપાલનો પહેલવહેલો ઑલરાઉન્ડર બન્યો છે. તે વન-ડે મૅચમાં ફિફ્ટી ફટકારીને ફાઇફર લેનાર યંગેસ્ટ ઑલરાઉન્ડર પણ બન્યો છે. આ સાથે તેણે પાકિસ્તાનના અબ્દુલ રઝાકનો ૨૪ વર્ષ જૂનો રેકૉર્ડ પણ તોડ્યો છે. વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાનના ઑલરાઉન્ડર અબ્દુલ રઝાકે ૨૦ વર્ષ ૫૦ દિવસની ઉંમરે ભારત સામેની વન-ડે મૅચમાં અણનમ ૭૦ રનની ઇનિંગ્સ રમીને પાંચ વિકેટ પણ ઝડપી હતી.

nepal oman test cricket cricket canada sports sports news cricket news