શરૂઆતમાં જ શાંત રાખશો તો આખી સિરીઝમાં સંઘર્ષ કરશે વિરાટ કોહલી

18 November, 2024 09:01 AM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

ગ્લેન મૅક્ગ્રાએ આૅસ્ટ્રેલિયન બોલર્સને આપ્યો ગુરુમંત્ર...

ગ્લેન મૅક્ગ્રા, વિરાટ કોહલી

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં દિગ્ગજ સચિન તેન્ડુલકરને ૧૩ વાર આઉટ કરનાર ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાએ વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટે ઑસ્ટ્રેલિયન બોલર્સને ગુરુમંત્ર આપતાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વિરાટ ઇમોશનલ વ્યક્તિ છે. ઑસ્ટ્રેલિયાએ પહેલા બૉલથી જ તેના પર દબાણ બનાવવું જોઈએ. જો તે શરૂઆતમાં એક-બે દાવમાં રન નહીં બનાવી શકશે તો આખી સિરીઝમાં સંઘર્ષ કરતો જોવા મળશે. તેની સામે આક્રમક રમત રમવી પડશે. મેદાનમાં તેનો આત્મવિશ્વાસ પાછો આવશે તો તે સૌથી ખતરનાક પ્લેયર બની જશે.’

આૅસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીનો ટેસ્ટ-રેકૉર્ડ 
કુલ મૅચ    ૨૫
રન    ૨૦૪૨
સેન્ચુરી    ૦૮
ફિફ્ટી    ૦૫
ડક    ૦૩
ચોગ્ગા    ૨૨૭ 
છગ્ગા    ૦૫
ઍવરેજ    ૪૭.૪૮
સ્ટ્રાઇક-રેટ    ૫૨.૪૧

india australia border-gavaskar trophy virat kohli glenn mcgrath indian cricket team cricket news sports news sports