19 December, 2024 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટુર્નામેન્ટના અંતે લેવાયેલી તસવીર
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા યોજાતી ધમાકેદાર જૉલી પ્રીમિયર લીગ (JPL) T10 ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૪મી આવૃત્તિમાં રાજેશ કેબલ નેટવર્કની ટીમ રાજેશ રૉયલ્સે ૩૨ રનથી વિજય મેળવ્યો હતો.
રાજેશ રૉયલ્સે પ્રથમ બૅટિંગ કરતાં રુષભ રૂપાણીના ૩૭ રન તથા વિરલ શાહના ૪૦ રનના મહત્ત્વના યોગદાન થકી ૧૨૨ રનનો જુમલો ખડક્યો હતો જેના જવાબમાં ‘ચાય ગરમ’ ટીમ ૯૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં રુષભ રૂપાણીએ ૩ વિકેટ ખેરવી વિજયનો પાયો બાંધ્યો હતો.
ટુર્નામેન્ટના અંતે ટ્રસ્ટી-સેક્રેટરી મુકેશ બદાણી, ટ્રસ્ટી-ટ્રેઝરર બળવંત સંઘરાજકા, જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર નલિન મહેતા, ક્રિકેટ-ઇન્ચાર્જ અને મૅનેજિંગ કમિટીના સભ્ય નિશીથ ગોળવાલા તેમ જ મૅનેજિંગ કમિટી સભ્યો સંજય રૂપાણી તથા સંજય મુછાળા, ટુર્નામેન્ટના સ્પૉન્સર જયેશ વોરા, જિતેન્દ્ર મહેતા, મંથન મહેતા, નિમિત મહેતા અને ક્રિકેટ સબ-કમિટીના કન્વીનર મથુરાદાસ ભાનુશાલીના હસ્તે નીચે જણાવેલ ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી.
બેસ્ટ બૅટ્સમૅન ઃ દર્શન રેલાન (૧૧૫ રન), બેસ્ટ બોલર : રુષભ રૂપાણી (૮ વિકેટ), પ્લેયર આૅફ ધ ટુર્નામેન્ટઃ સમર્થ પટેલ (૧૪૨ રન, ૩ વિકેટ).