17 December, 2024 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગોરેગાંવ એસ્ટેટ એજન્ટ્સ વેલ્ફેર અસોસિએશન (GEAWA) દ્વારા બુધવારે ૧૮ ડિસેમ્બરે મલાડ-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલા જૈન સબકુચ ટર્ફ ગ્રાઉન્ડમાં બપોરે બે વાગ્યાથી ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ GEAWA પ્રીમિયર લીગ – 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો હેતુ ગોરેગામના આસપાસના ટોચના બિલ્ડરો, ડેવલપર્સ અને રિયલ એસ્ટેટ પ્રોફેશનલ્સને એક દિવસની મજા સાથે મિત્રતા અને નેટવર્કિંગ માટે એકસાથે લાવવાનો છે. આ ઇવેન્ટમાં ઍલ્યુ ઇન્ફ્રા, અરિહા ગ્રુપ, મોદી રિયલ્ટી, પીસીપીએલ, ધ લક્ષ્મી લીલા ગ્રુપ, સિલ્વર ગ્રુપ, બીપી ઇન્ફ્રા, સંઘવી ક્રિસ્ટલ અને અસ્મિ ગ્રુપ જેવી અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ સહભાગી છે. આ ઇવેન્ટ વિશે વધુ માહિતી માટે અથવા એમાં સામેલ થવા માટે GEAWA ટીમનો સંપર્ક કરવો.