વિરાટ કોહલી પાસે ડાન્સિંગ મૂવ્સ શીખવા માગે છે ગંભીર

30 April, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કિંગ કોહલી સાથેના વિવાદ પર ચર્ચા કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘આ બધી ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ (TRP)ની રમત છે.

ગૌતમ ગંભીરની તસવીર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યુમાં વિરાટ કોહલી વિશે સ્પષ્ટ વાતો કરી હતી. કિંગ કોહલી સાથેના વિવાદ પર ચર્ચા કરતાં ગૌતમ ગંભીરે કહ્યું કે ‘આ બધી ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ્સ (TRP)ની રમત છે. કોહલી અને હું કેવા લોકો છીએ એના વિશે મીડિયા કંઈ જાણતું નથી. મીડિયા માત્ર હાઇપ બનાવવા માગે છે, પરંતુ હાઇપ હકારાત્મક રીતે પણ બનાવી શકાય છે. વિવાદમાં જ્યારે બે પરિપક્વ લોકો હોય છે ત્યારે મને નથી લાગતું કે કોઈએ તેમની વચ્ચે આવવું જોઈએ અથવા તેમના સંબંધો વિશે વાત કરવી જોઈએ, કારણ કે અંતે એ તેમની વચ્ચેનો મામલો છે.’  ગંભીરે રમૂજી અંદાજમાં કોહલીની ડાન્સિંગ સ્ટાઇલની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, ‘જો મને કોહલી પાસેથી કંઈક શીખવાનો મોકો મળે તો એ ડાન્સિંગ મૂવ્સ હશે, પણ મને નથી લાગતું કે હું એક પણ મૂવ કરી શકીશ.’ 

cricket news sports news sports IPL 2024 gautam gambhir virat kohli royal challengers bangalore