સૂર્યકુમારની ક્ષમતાનો ઉપયોગ ન કરવાનો પસ્તાવો જીવનભર રહેશે ગૌતમ ગંભીરને

14 May, 2024 07:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ કૉમ્બિનેશનને કારણે સાતમા ક્રમે રમતાં સૂર્યકુમાર યાદવે ૨૦૧૪થી ચાર વર્ષ કલકત્તા માટે રમીને ૫૪ મૅચમાં ૬૦૮ રન ફટકાર્યા હતા. 

ગૌતમ ગંભીર , સૂર્યકુમાર યાદવ

કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત IPL ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીરે મુંબઈ ઇન્ડિયન્સના બૅટર સૂર્યકુમાર યાદવને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્વીકાર્યું કે તેને હજી પણ તેના કાર્યકાળ દરમ્યાન સૂર્યકુમારની ક્ષમતા અને બૅટિંગ લાઇનઅપ નક્કી કરવામાં સક્ષમ ન હોવાનો અફસોસ રહેશે. કલકત્તાના મેન્ટર ગંભીરે કહ્યું કે ‘એક લીડરની ખરી કસોટી ખેલાડીની શ્રેષ્ઠ ક્ષમતાને ઓળખવી અને તેને વિશ્વ સમક્ષ લાવવાની છે. મારા સાત વર્ષના કૅપ્ટન તરીકેના કાર્યકાળ દરમ્યાન મને એક વાતનો અફસોસ છે કે હું સૂર્યકુમારની ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નહીં. સૂર્યકુમાર ત્રીજા નંબર પર સારું રમ્યો હતો, પરંતુ તે સાતમા નંબર પર પણ એ જ રીતે બૅટિંગ કરતો હતો. ટીમ કૉમ્બિનેશનને કારણે સાતમા ક્રમે રમતાં સૂર્યકુમાર યાદવે ૨૦૧૪થી ચાર વર્ષ કલકત્તા માટે રમીને ૫૪ મૅચમાં ૬૦૮ રન ફટકાર્યા હતા. 

sports news cricket news IPL 2024 gautam gambhir