26 October, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇયાન સ્મિથ
બીજી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં ભારત ૧૫૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું એ વિશે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ઇયાન સ્મિથે કહ્યું હતું કે આ તો પહેલી ટેસ્ટની ઇનિંગ્સમાં ૪૬ રનમાં ઑલઆઉટ થયા હતા એના કરતાંય ખરાબ કહેવાય. હવે કૉમેન્ટરી માટે વિખ્યાત ઇયાન સ્મિથે કહ્યું હતું કે આ એકદમ પૂઅર બૅટિંગ હતી અને શૉટ-સિલેક્શન ભયંકર હતું. જે રીતે ભારતીય બૅટરો આઉટ થઈ રહ્યા હતા એ જોઈને ઇયાન સ્મિથે કૉમેન્ટરી કરતાં કહ્યું હતું કે ખબર નહીં કેમ ભારતીય બૅટરો આક્રમક બની રહ્યા છે, તેમને લાગે છે કે તેઓ ન્યુ ઝીલૅન્ડના બોલરોને ઝૂડી કાઢશે, હજી તો આ ટેસ્ટમૅચનો બીજો જ દિવસ છે અને જે રીતે તેઓ રમી રહ્યા છે એ જોતાં તેઓ લાંબું નહીં ટકે.