૧૯ લાખ રૂપિયાના ચીટિંગ કેસમાં શ્રીસાન્ત વિરુદ્ધ નોંધાયો ગુનો

24 November, 2023 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચુન્ડાના સરીશે ફરિયાદમાં કહ્યું છે કે આરોપીઓ રાજીવ કુમાર અને વેન્કટેશ કિનીએ ૨૦૧૯ની પચીસમી એપ્રિલથી માંડીને વિવિધ તારીખે મારી પાસેથી કર્ણાટકના કોન્નુરમાં સ્પોર્ટ‍્સ ઍકૅડેમી ઊભી કરવાના નામે ૧૮.૭૦ લાખ રૂપિયા લીધા હતા.

શ્રીસાન્ત તથા અન્ય બે વિરુદ્ધ આઇપીસીની કલમ ૪૨૦ હેઠળ ગુનો નોંધાયો છે. શ્રીસાન્તને આ કેસમાં ત્રીજો આરોપી બનાવાયો છે.

કેરલા રાજ્યના કન્નુર જિલ્લામાં સરીશ ગોપાલન નામના શખસે પોતાની સાથે થયેલી ૧૮.૭૦ લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર એસ. શ્રીસાન્ત અને બીજા બે જણ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.ચુન્ડાના સરીશે ફરિયાદમાં કહ્યું છે કે આરોપીઓ રાજીવ કુમાર અને વેન્કટેશ કિનીએ ૨૦૧૯ની પચીસમી એપ્રિલથી માંડીને વિવિધ તારીખે મારી પાસેથી કર્ણાટકના કોન્નુરમાં સ્પોર્ટ‍્સ ઍકૅડેમી ઊભી કરવાના નામે ૧૮.૭૦ લાખ રૂપિયા લીધા હતા. સરીશે એવું પણ કહ્યું કે એસ. શ્રીસાન્ત આ પ્રોજેક્ટમાં પાર્ટનર છે અને તેને (સરીશને) પણ ઍકૅડેમીમાં પાર્ટનર બનાવાશે એવું કહેવામાં આવ્યું હતું.

s sreesanth indian cricket team sports sports news