02 April, 2023 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલીમ દુરાની
ભારતીય ક્રિકેટ માટે રવિવારે (2 એપ્રિલ) સવારે એક દુઃખદ સમાચાર આવ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન થયું છે. ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યો હતો.ગુજરાતના જામનગરમાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તે કેન્સર સામે લડી રહ્યા હતાં.
દુરાની એવા પ્રથમ ભારતીય ક્રિકેટર છે જેમને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.1960માં દુર્રાનીને અર્જુન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.દુરાનીએ ભારત માટે કુલ 29 ટેસ્ટ મેચ રમી અને 1202 રન બનાવ્યા જેમાં 1 સદી અને 7 અડધી સદીનો સમાવેશ થાય છે, આ સિવાય તે 75 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
સ્પિન ઓલરાઉન્ડર સલીમ દુરાનીનો જન્મ 11 ડિસેમ્બર 1934ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો.પરંતુ જ્યારે દુર્રાની માત્ર 8 મહિનાના હતા ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયો હતો.આ પછી જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે દુર્રાનીનો પરિવાર ભારત આવ્યો હતો.
આ પણ વાંચો: IPL 2023: પંજાબ કિંગ્સે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતી મેચ, જાણો કોનું રહ્યું નબળું પ્રદર્શન
દુરાનીએ 60-70ના દાયકામાં પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં એક અલગ ઓળખ બનાવી હતી. તેણે વર્ષ 1960માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. દુરાની ભારતના ક્રિકેટ ઈતિહાસમાં એક શાનદાર ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે.દુર્રાની આતિશી બેટિંગ માટે જાણીતા હતા. આ સાથે દુર્રાની દર્શકોના કહેવા પર સિક્સર મારવા માટે પણ પ્રખ્યાત હતા.