રોમૅન્સના શહેર પૅરિસમાં પહોંચી ગઈ ધોની ફૅમિલી

12 June, 2024 02:04 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ધોનીની પત્ની સાક્ષી અને ઝિવાએ રોમૅન્સના શહેર પૅરિસમાં પ્રતિષ્ઠિત આઇફલ ટાવર સાથે ફોટો પડાવ્યો હતો

સિંહ ધોની હાલમાં પરિવાર સાથે યુરોપમાં વેકેશન એન્જૉય કરી રહ્યો છે

ક્રિકેટમાંથી બ્રેક લઈને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પરિવાર સાથે યુરોપમાં વેકેશન એન્જૉય કરી રહ્યો છે. ધોનીની પત્ની સાક્ષી અને ઝિવાએ રોમૅન્સના શહેર પૅરિસમાં પ્રતિષ્ઠિત આઇફલ ટાવર સાથે ફોટો પડાવ્યો હતો. ધોનીનો એક એવો ફોટો પણ વાઇરલ થયો છે જેમાં તેનો એક ફૅન વિદેશની ધરતી પર તેને જોઈને ભાવુક થઈ જાય છે અને તેના પગે પડે છે. ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પણ પત્ની અને બે દીકરીઓ સાથેનો આઇફલ ટાવર પાસે લીધેલો સેલ્ફી શૅર કર્યો હતો જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે બન્ને દિગ્ગજો પોતાની ફૅમિલી સાથે વેકેશન એન્જૉય કરી રહ્યા છે.

sports ms dhoni europe life masala