હું જોવા માગતો હતો કે ટેસ્ટ ક્રિકેટ માટેની તેની ઇચ્છા કેટલી તીવ્ર હતી

11 February, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ગુજરાતી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ટેસ્ટ ડેબ્યુથી જોડાયેલો એક મજેદાર કિસ્સો શૅર કર્યો

રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં બીજી મૅચમાં ઘાતક બોલિંગ કરી ૯ વિકેટ ઝડપી હતી, જેમાં તે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. આઇસીસીના ટેસ્ટ રૅન્કિંગમાં પણ તેણે મોટો જમ્પ માર્યો હતો.  તેણે રવિચન્દ્રન અશ્વિનને પછાડીને આઇસીસી ટેસ્ટ બોલરોના લિસ્ટમાં પહેલું સ્થાન મેળવી લીધું છે. જ્યારે ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ બુમરાહનો ટેસ્ટ ડેબ્યુ સાથેનો એક મજેદાર કિસ્સો શૅર કર્યો હતો.

૨૦૧૬માં ભારત માટે વન-ડે અને ટી20 ક્રિકેટમાં ડેબ્યુ કરનાર બુમરાહને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવા માટે બે વર્ષની રાહ જોવી પડી હતી. ૨૦૧૮માં તેણે સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ રમી હતી. બુમરાહ અત્યાર સુધી ૩૪ ટેસ્ટ રમી ચૂક્યો છે અને ૧૫૫ વિકેટ ઝડપી છે.

શું છે કિસ્સો ?
ભારતીય ફાસ્ટ બોલર બુમરાહનો ટેસ્ટ ડેબ્યુ સમયનો રસપ્રદ કિસ્સો શૅર કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે ‘બુમરાહ સાથે મારી પહેલી મુલાકાત કલકત્તામાં થઈ હતી. તેણે ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં રમવા વિશે મારી સાથે ચર્ચા કરી હતી. હું જોવા માગતો હતો કે તેનામાં ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ઇચ્છા કેટલી તીવ્ર  છે.’

કોહલી સાથે રમવા ઉત્સુકતા
ભૂતપૂર્વ કોચે કહ્યું કે ‘મને કલકત્તામાં તેની સાથે પહેલી વાર થયેલી વાતચીત યાદ છે. ત્યારે મેં તેને પૂછ્યું કે શું તેને ટેસ્ટ ક્રિકેટમાં દિલચસ્પી છે? ત્યારે તેણે કહ્યું કે જ્યારે ટેસ્ટ રમશે એ દિવસ મારા જીવનમાં સૌથી મહત્ત્વનો દિવસ હશે. તેને કશું પૂછ્યા વગર જ વાઇટ સફેદ બૉલ એક્સપર્ટ ગણાવાયો હતો.  હું  જાણવા માગતો હતો કે તેનામાં ટેસ્ટ ક્રિકેટ માટેની ઇચ્છા કેટલી તીવ્ર છે. મેં તેને કહ્યું કે તૈયાર રહેજે. તે વિરાટ કોહલી સાથે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે રાહ જોઈ રહ્યો હતો. તેને ખબર હતી કે કોઈ પણ વાઇટ બૉલ ક્રિકેટની ઍવરેજ યાદ નથી રાખતું. લોકો માત્ર ટેસ્ટ ક્રિકેટમાંનો પર્ફોર્મન્સ હંમેશાં યાદ રખાય છે.’

sports news sports jasprit bumrah ravi shastri cricket news