31 December, 2024 11:00 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ કૈફ
ભારતીય ટીમ માટે ૧૨૫ વન-ડે અને ૧૩ ટેસ્ટ રમનાર ભૂતપૂર્વ બૅટર મોહમ્મદ કૈફનો એક વિડિયો વાઇરલ થયો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જન્મેલા આ ૪૪ વર્ષના ક્રિકેટરે બોટ પરથી યમુના નદીમાં ડૂબકી મારીને બાળપણને યાદ કર્યું હતું. તેણે કહ્યું હતું કે આ જ યમુના નદીમાં હું તરતાં શીખ્યો છું. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પાસે ૨૦૨૫ની ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાકુંભ યોજાશે.