દિગ્ગજ મુરલીધરનનને સચિનથી નહીં પણ બેટ્સમેનથી લાગતો હતો ડર, જાણો કેમ

21 August, 2021 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિગ્ગજ સ્પિનરે કહ્યું કે હાલના બેટ્સમેનમાં ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમ તેમનો બહેતર સામનો કરી શકતા હતા.

તસવીર સૌજન્ય મિડ-ડે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનાર મુથૈયા મુરલીધરને કહ્યું કે તેને સચિન તેંડુલકરને બૉલિંગ કરવામાં ડર લાગતો નહોતો, કારણકે તે તેમને વીરેન્દ્ર સહેવાગ કે બ્રાયન લારા જેવું નુકસાન નથી પહોંચાડતા. દિગ્ગજ સ્પિનરે કહ્યું કે હાલના બેટ્સમેનમાં ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમ તેમનો બહેતર સામનો કરી શકતા હતા.

મુરલીધરને ઇએસપીએનક્રિકઇન્ફો પર આકાશ ચોપડા સાથેની વાતચીતમાં કહ્યું, "સચિન માટે બૉલિંગ કરવામાં ડર નહોતો લાગતો, કારણકે તે તમને વધારે નુકસાન નથી પહોંચાડતા. તે સહેવાગથી વિપરીત હતા જે તમને ઇન્જર કરી શકે છે. તે (સચિન0 પોતાની વિકેટ જાળવી રાખતા હતા. તે બૉલને સારી રીતે સમજતા અને તે ટૅક્નિક જાણતા હતા."

ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનાર બૉલર મુરલીધરને કહ્યું, "મારા કરિઅર દરમિયાન મને લાગ્યું કે ઑફ સ્પિન સચિનની સામાન્ય નબળાઇ છે લેગ સ્પિન પર તે જબરજસ્ત શૉટ ફટકારી શકતા, પણ ઑફ સ્પિન રમવામાં તેમને થોડીક મુશ્કેલી આવતી હતી કારણકે મેં ઘણીવરા તેમની વિકેટ લીધી છે. આ સિવાય ઑફ સ્પિનરોએ તેમને ઘણીવાર આઉટ કર્યો છે. મેં આ જોયું છે."

તેમણે કહ્યું કે, "હું નથી જાણતો. મેં ક્યારેય તેની સાથે આ વિશે વાત નથી કરી કે તમે ઑફ સ્પિન રમવામાં સહજતા કેમનથી અનુભવતા. મને લાગતું હતું કે આ તેમની નાનકડી નબળાઈ છે અને આથી અન્ય ખેલાડીઓની તુલનામાં હું થોડો ફાયદામાં રહ્યો. સચિનને જો કે, આઉટ કરવું સરળ નહોતું."

મુરલીધરને વનડે ઇન્ટરનેશનલમાં પણ 534 વિકેટ લીધી છે. તેમણે પોતાના કરિઅરમાં તેંડુલકરને 13 વાર આઉટ કર્યો. તેમણે સહેવાગ અને લારાની પણ પ્રશંસા કરી અને તેમણે કહ્યું કે તેમણે પોતાના કરિઅરમાં જેટલા બેટ્સમેન માટે બૉલિંગ કરી તેમાંથી આ બન્ને સૌથી વધારે ખતરનાક હતા.

મુરલીધરને કહ્યું, "સહેવાગ ખૂબ જ ખતરનાક હતો. તેની માટે અમે બૉર્ડર નજીક ફિલ્ડર ઊભા રાખતા, કારણકે અમે જાણતા હતા કે તે લાંબા શૉર્ટ રમવા માટે તક જોશે. તે જાણતા હતા કે જ્યારે તેનો દિવસ હશે ત્યારે તે કોઈના પર પણ આક્રમણ કરી શકતા હતા. પછી અમે રક્ષાત્મક ફિલ્ડિંગ કરતા."

હાલના ખેલાડીઓ વિશે તેમણે કહ્યું, "કોહલી સ્પિનનો સારો ખેલાડી છે ખાસ તો ટેસ્ટ ક્રિકેટમાં. બાબર આઝમ પણ સારો બૅટ્સમેન છે."

cricket news sports news sports muttiah muralitharan