ધી ઇન્ડિયન વૉલ રાહુલ દ્રવિડને કઈ બાબતમાં પાછળ છોડ્યો જો રૂટે?

26 August, 2024 12:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૬૪ ટેસ્ટ-ફિફ્ટી સાથે જો રૂટ હવે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર ત્રીજો બૅટર બની ગયો

જો રૂટ

ત્રણ મૅચની સિરીઝની પહેલી મૅન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચ વિકેટે જીત મેળવીને ઇંગ્લૅન્ડે ૧-૦થી શ્રીલંકા સામે લીડ મેળવી લીધી છે. આ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સ દરમ્યાન ૪૨ રન ફટકારનાર જો રૂટે બીજી ઇનિંગ્સમાં ૬૨ રનની અણનમ ઇનિંગ્સ રમીને દિગ્ગજોના લિસ્ટમાં સ્થાન મજબૂત કર્યું હતું. ૬૪ ટેસ્ટ-ફિફ્ટી સાથે જો રૂટ હવે ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનાર ત્રીજો બૅટર બની ગયો છે. આ લિસ્ટમાં ૬૩ ફિફ્ટી ફટકારનાર ભારતના રાહુલ દ્રવિડ અને ઑસ્ટ્રેલિયાના ઍલન બૉર્ડરથી તે આગળ નીકળ્યો હતો. મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરનો ૬૮ ફિફ્ટીનો રેકૉર્ડ તોડવાથી આ ૩૩ વર્ષનો ઇંગ્લૅન્ડનો બૅટર માત્ર પાંચ ફિફ્ટી દૂર છે. ૨૯ ઑગસ્ટથી બન્ને ટીમો વચ્ચે લૉર્ડ્સના મેદાન પર બીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે.

rahul dravid india joe root england cricket news sports sports news