ઇન્ટરનૅશનલ ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી ઇંગ્લૅન્ડના ૩૭ વર્ષના ઑલરાઉન્ડર મોઇન અલીએ

09 September, 2024 07:53 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

૩૭ વર્ષનો આ ક્રિકેટર ૨૦૧૯માં વન-ડે  અને ૨૦૨૨માં T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન બનેલી ઇંગ્લૅન્ડની ટીમનો ભાગ હતો

મોઇન અલી

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર મોઇન અલીએ ઑસ્ટ્રેલિયા સામેની લિમિટેડ ઓવરોની સિરીઝમાં અવગણના બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ૩૭ વર્ષનો આ ક્રિકેટર ૨૦૧૯માં વન-ડે  અને ૨૦૨૨માં T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન બનેલી ઇંગ્લૅન્ડની ટીમનો ભાગ હતો. રિટાયરમેન્ટ બાદ તેણે કહ્યું હતું કે ‘હું હજી પણ ઇંગ્લૅન્ડ માટે રમવાનો પ્રયાસ કરી શકું છું, પરંતુ હું જાણું છું કે હું ખરેખર તે કરીશ નહીં. હવે આવનારી પેઢીનો સમય છે. મને લાગ્યું કે નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે.’ 

ત્રણેય ફૉર્મેટમાં મોઇન અલીનું કેવું રહ્યું પ્રદર્શન? 
૬૮ ટેસ્ટ : ૩૦૯૪ રન 
અને ૨૦૪ વિકેટ
૧૩૮ વન-ડે : ૨૩૫૫ રન અને ૧૧૧ વિકેટ 
૯૨ T20 : ૧૨૨૯ રન અને બાવન વિકેટ

sports news sports cricket news england