06 September, 2024 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જોશ હલ
મૅન્ચેસ્ટર અને લૉર્ડ્સ ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ ઇંગ્લૅન્ડ પહેલાંથી જ શ્રીલંકા સામે ૨-૦થી સિરીઝ જીતી ચૂક્યું છે. આજે ઓવલના મેદાન પર બન્ને ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ-મૅચ શરૂ થશે. આ ટેસ્ટમાં પચીસ વર્ષના ફાસ્ટ બોલર મૅથ્યુ પૉટ્સના સ્થાને ૨૦ વર્ષના જોશ હલને ઇંગ્લૅન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ વર્ષે ૨૦ ઑગસ્ટે ૨૦ વર્ષનો થયેલો જોશ હલ ૧૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૬ વિકેટ લઈ ચૂક્યો છે. હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ અને રેગ્યુલર ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સ ઇંગ્લૅન્ડની યુવા પ્રતિભાઓને આગળ લાવી રહ્યા હોવાથી ૬ ફુટ ૭ ઇંચની હાઇટ ધરાવતા ડાબા હાથના ફાસ્ટ બોલર જોશ હલને ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરવાની તક મળી છે.