ફૅમિલી સાથે રહીને જ ક્રિકેટર્સ ઘરથી દૂર રહેવાનો બોજ હળવો કરી શકે છે

22 January, 2025 07:55 AM IST  |  England | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ-ટૂર દરમ્યાન ફૅમિલીની હાજરીને સમર્થન આપતાં ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બટલર કહે છે...

જોસ બટલર

ભારતીય ક્રિકેટ બોર્ડે ક્રિકેટ-ટૂર દરમ્યાન પ્લેયર્સને ફૅમિલીના સભ્યો સાથે રહેવાના સમય પર નિયંત્રણ મૂક્યાં છે. આ વિશે વાત કરતાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલરે ટૂર દરમ્યાન ફૅમિલીની હાજરીને સમર્થન આપ્યું હતું.

ગઈ કાલે કલકત્તામાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન જોસ બટલરે કહ્યું કે ‘મને લાગે છે કે એ મહત્ત્વપૂર્ણ છે. આપણે હવે એવા યુગમાં જીવીએ છીએ જે ખૂબ જ આધુનિક દુનિયા છે અને મને લાગે છે કે ટૂર પર ફૅમિલી સાથે રહેવા અને એનો આનંદ માણવાનો પ્રયાસ કરવો એ ખૂબ જ સરસ છે. હાલમાં ક્રિકેટ ખૂબ જ રમાઈ રહ્યું છે, ક્રિકેટર્સ ઘરથી દૂર લાંબો સમય વિતાવે છે અને મને લાગે છે કે કોવિડ-19 પછી આ બધા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. મને નથી લાગતું કે ફૅમિલી સાથે રહેવાથી રમતમાં બહુ ફરક પડે છે.’

ફૅમિલીનું મહત્ત્વ સમજાવતાં જોસ બટલર આગળ કહે છે, ‘બધું (ક્રિકેટ અને ફૅમિલી) સંભાળી શકાય છે. વ્યક્તિગત રીતે હું માનું છું કે ફૅમિલી સાથે રહીને ક્રિકેટર્સ ઘરથી દૂર રહેવાનો બોજ હળવો કરી શકે છે અને આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’ 

sports news sports england cricket news cricket