કાંગારૂ ટીમે સતત ૧૪ વન-ડે મૅચ જીતીને શ્રીલંકન ટીમનો રેકૉર્ડ તોડ્યો

23 September, 2024 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ વર્ષ પહેલાં આૅસ્ટ્રેલિયન ટીમે જ ૨૧ વન-ડે મૅચ જીતવાનો બનાવ્યો હતો રેકૉર્ડ

બીજી મૅચના મૅન ઑફ ધ મૅચ ઍલેક્સ કૅરીએ ૭૪ રન ફટકાર્યા હતા.

૨૧ સપ્ટેમ્બરે યજમાન ટીમ ઇંગ્લૅન્ડને બીજી વન-ડે મૅચમાં ૬૮ રને હરાવીને ઑસ્ટ્રેલિયન ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. આ સાથે ઑસ્ટ્રેલિયાની ટીમે સતત ૧૪મી વન-ડે મૅચમાં જીત મેળવીને શ્રીલંકન ટીમના સતત ૧૩ મૅચ જીતવાના રેકૉર્ડને તોડીને ઓવરઑલ લિસ્ટમાં બીજું સ્થાન પણ પોતાને નામે કર્યું છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩ દરમ્યાન એટલે કે ઑક્ટોબર ૨૦૨૩થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ઑસ્ટ્રેલિયાએ સતત ૧૪ વન-ડે જીતીને શ્રીલંકાના જૂન ૨૦૨૩થી ઑક્ટોબર ૨૦૨૩ સુધી સતત ૧૩ વન-ડે જીતવાના રેકૉર્ડને પાછળ છોડ્યો હતો. ૨૧ વર્ષ પહેલાં જાન્યુઆરી ૨૦૦૩થી મે ૨૦૦૩ સુધી કાંગારૂ ટીમે સતત ૨૧ વન-ડે મૅચમાં જીત મેળવીને સળંગ વન-ડે મૅચ જીતવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. 

વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ સતત મૅચ જીતનારી ટીમ
કેટલી મૅચ?    ટીમ    ક્યારે?
૨૧ મૅચ    ઑસ્ટ્રેલિયા    જાન્યુઆરી ૨૦૦૩ - મે ૨૦૦૩
૧૪ મૅચ    ઑસ્ટ્રેલિયા    ઑક્ટોબર ૨૦૨૩ - સપ્ટેમ્બર ૨૦૨૪
૧૩ મૅચ    શ્રીલંકા    જૂન ૨૦૨૩ - ઑક્ટોબર ૨૦૨૩
૧૨ મૅચ    સાઉથ આફ્રિકા    ફેબ્રુઆરી ૨૦૦૫ - ઑક્ટોબર ૨૦૦૫
૧૨ મૅચ    પાકિસ્તાન    નવેમ્બર ૨૦૦૭ - જૂન ૨૦૦૮
૧૨ મૅચ    સાઉથ આફ્રિકા    સપ્ટેમ્બર ૨૦૧૬ – ફેબ્રુઆરી ૨૦૧૭

sports news sports england australia cricket news sri lanka