ડ્વેઇન બ્રાવોએ KKRની સફળતા માટેની સીક્રેટ ફૉર્મ્યુલા જાણવા ગૌતમ ગંભીરને કર્યા હતા મેસેજ

16 March, 2025 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્વેઇન બ્રાવો IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર તરીકે નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે મહત્ત્વપૂર્ણ ખુલાસા કરતાં કહ્યું હતું કે ‘દુર્ભાગ્યવશ અમે કેટલાક પ્લેયર્સને (મેગા ઑક્શનમાં) ગુમાવ્યા છે

ડ્વેઇન બ્રાવો

ડ્વેઇન બ્રાવો IPL 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના મેન્ટર તરીકે નવી સફર શરૂ કરવા માટે તૈયાર છે. એક પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે મહત્ત્વપૂર્ણ ખુલાસા કરતાં કહ્યું હતું કે ‘દુર્ભાગ્યવશ અમે કેટલાક પ્લેયર્સને (મેગા ઑક્શનમાં) ગુમાવ્યા છે, પરંતુ મને લાગે છે કે ગૌતમ ગંભીરની પોતાની શૈલી હતી. મારી પોતાની શૈલી છે. અમે બન્ને પોતપોતાની રીતે સફળ છીએ. જોકે મેં બે-ત્રણ વાર ટીમની સફળતા માટેની ફૉર્મ્યુલા જાણવા મેસેજ કર્યા હતા અને એવી જ વાતો અમે કરી હતી. અમારે એ ફૉર્મ્યુલાનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે. મને લાગે છે કે ગઈ સીઝનમાં ગૌતમે (ભૂતપૂર્વ મેન્ટરે) કરેલાં કેટલાંક સારાં કાર્યોને ઓળખવાનો પ્રયાસ ન કરવો એ મારા માટે અપમાનજનક હશે. હું ઊર્જા અને જુસ્સો અહીં પણ લાવવાનો પ્રયાસ કરીશ. મુંબઈ અને ચેન્નઈ પછી આ ટીમ પાસે કૅબિનેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ ટ્રોફી છે અને અમે એને આગળ લઈ જવા માગીએ છીએ.’

dwayne bravo indian premier league kolkata knight riders gautam gambhir IPL 2025 cricket news sports sports news