ડ્વેઇન બ્રાવોએ ચાર વર્ષમાં ત્રીજી વાર રિટાયરમેન્ટની જાહેરાત કરી

02 September, 2024 07:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅરિબિયન પ્રીમિયર લીગ 2024માં છેલ્લી વાર રમતો જોવા મળશે

ફાઇલ તસવીર

વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બોલર ડ્વેઇન બ્રાવોએ T20માંથી નિવૃત્તિ જાહેર કરી છે. કૅરિબિયન પ્રીમિયર લીગ (CPL) 2024ની બારમી સીઝન તેની છેલ્લી પ્રોફેશનલ ટુર્નામેન્ટ હશે. CPLમાં ટ્રિનબૅગો નાઇટ રાઇડર્સ તરફથી રમતો બ્રાવો આ સીઝન પછી કોઈ T20 ટુર્નામેન્ટમાં રમતો જોવા નહીં મળે. ૪૦ વર્ષના બ્રાવોએ સોશ્યલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. 
બ્રાવોએ ૨૦૨૧માં T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ૨૦૨૩માં IPLમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. હવે તેણે CPLમાં પણ તેની સફર થોભાવવાનો નિર્ણય લીધો છે. આ રીતે તેણે ચાર વર્ષમાં ત્રણ વખત નિવૃત્તિની જાહેરાત કરી છે. બ્રાવો CPLનો સૌથી સફળ ખેલાડી છે. CPLની ૧૦૩ મૅચમાં તેણે સૌથી વધુ ૧૨૮ વિકેટ લીધી છે એટલું જ નહીં, તે પાંચ વખત CPL ટ્રોફી પણ જીતી ચૂક્યો છે. ૨૯ ઑગસ્ટથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ બ્રાવોના જન્મદિવસ એટલે કે સાતમી ઑક્ટોબરે રમાવાની છે.

dwayne bravo cricket news sports sports news