દુલીપ ટ્રોફીમાં ઇન્ડિયા-A ટીમ બની ચૅમ્પિયન

23 September, 2024 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયા-B (સાત પૉઇન્ટ)ની ટીમ ત્રીજા સ્થાને અને ઇન્ડિયા-D (છ પૉઇન્ટ) ચોથા સ્થાને છે.

ઇન્ડિયા-A ટીમ

પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થયેલી દુલીપ ટ્રોફીની નવી સીઝનમાં ઇન્ડિયા-A ટીમ વિજેતા બની છે. શુભમન ગિલનું ટેસ્ટ-ટીમમાં સિલેક્શન બાદ મયંક અગ્રવાલ આ ટીમનો કૅપ્ટન બન્યો હતો. આ ટીમ ત્રણમાંથી બે મૅચ જીતીને ૧૨ પૉઇન્ટ સાથે ટૉપ પર રહી છે. જ્યારે ઋતુરાજ ગાયકવાડની ઇન્ડિયા-C ટીમ નવ પૉઇન્ટ સાથે રનર-અપ રહી હતી. ઇન્ડિયા-B (સાત પૉઇન્ટ)ની ટીમ ત્રીજા સ્થાને અને ઇન્ડિયા-D (છ પૉઇન્ટ) ચોથા સ્થાને છે.

sports news sports cricket news indian cricket team