24 December, 2024 08:58 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ધ્રુવ જુરેલ
મેલબર્નમાં ચોથી ટેસ્ટની તૈયારીના ભાગરૂપે ફીલ્ડિંગ-કોચ ટી. દિલીપે અનોખી ફીલ્ડિંગ ડ્રિલનું આયોજન કર્યું હતું. ભારતીય પ્લેયર્સને છ-છના ગ્રુપમાં અલગ કરીને ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યાં હતાં જેમાં સરફરાઝ ખાન, મોહમ્મદ સિરાજ અને ધ્રુવ જુરેલને ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા. ત્રણ ટાર્ગેટ તરીકે મોટા સ્ટમ્પ, નાના સ્ટમ્પ અને એક માર્કર ગોઠવવામાં આવ્યું હતું જેના પર ડાયરેક્ટ થ્રો કરવા બદલ અનુક્રમે એક, બે અને ચાર પૉઇન્ટ મળવાના હતા.
ધ્રુવ જુરેલની ટીમના પ્લેયર્સ બુમરાહ, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ, વૉશિંગ્ટન સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ ડાયરેક્ટ થ્રો કરીને આ ફીલ્ડિંગ ડ્રિલ જીતી હતી. તેમણે ફીલ્ડિંગ-કોચ તરફથી ૩૦૦ ઑસ્ટ્રેલિયન ડૉલર પણ મેળવ્યા હતા. આ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન ટીમ-પ્લેયર્સ વચ્ચે મજાક-મસ્તીનો માહોલ જોવા મળ્યો હતો.