midday

અંગ્રેજો સામેની સિરીઝમાં ધ્રુવ જુરેલ રહ્યો ઇમ્પૅક્ટ ફીલ્ડર

04 February, 2025 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લેન્ડ સામે ૪-૧થી પાંચ મૅચની T20 સિરીઝ જીત્યા બાદ વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલને ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝનો મેડલ મળ્યો હતો.
વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલને ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝનો મેડલ મળ્યો

વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલને ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝનો મેડલ મળ્યો

ઇંગ્લેન્ડ સામે ૪-૧થી પાંચ મૅચની T20 સિરીઝ જીત્યા બાદ વાનખેડે સ્ટેડિયમના ડ્રેસિંગ રૂમમાં વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલને ઇમ્પૅક્ટ ફીલ્ડર ઑફ ધ સિરીઝનો મેડલ મળ્યો હતો. આ સિરીઝમાં તે માત્ર રાજકોટ અને ચેન્નઈની મૅચ રમી શક્યો હતો, જેમાં તેણે કુલ ૬ રન બનાવ્યા હતા. બૅટિંગમાં ફ્લૉપ રહેલા આ પ્લેયરે ફીલ્ડિંગમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

વાનખેડે સ્ટેડિયમમાં સંજુ સૅમસનના સ્થાને તે સ​બ્સ્ટિટ્યુટ પ્લેયર તરીકે વિકેટકીપિંગ કરવા આવ્યો હતો. આ મૅચના ત્રણ કૅચ સહિત તેણે આખી સિરીઝ દરમ્યાન છ કૅચ લઈને એક રન-આઉટ કર્યો હતો. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તેને આ મેડલ પહેરાવ્યો હતો.

india england t20 international t20 wankhede dhruv Jurel sanju samson suryakumar yadav indian cricket team cricket news sports news sports