ધોનીની એન્ટ્રીએ IPL 2024ના ‘શોર મીટર’ના રેકૉર્ડ તોડ્યા

14 April, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધોનીની એન્ટ્રીને કારણે ફૅન્સે એટલો અવાજ કર્યો કે શોર મીટરમાં ૧૩૦ ડેસિબલનો આંકડો નોંધાયો, જે આ સીઝનનો શોર મીટરનો સૌથી મોટો આંકડો છે. 

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું ફૅન-ફૉલોઇંગ સૌકોઈ જાણે છે. ધોનીની આ લગભગ છેલ્લી IPL સીઝન હશે ત્યારે ફૅન્સ મોંઘી ટિકિટ ખરીદીને મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં તેને જોવા પહોંચી જાય છે. જોકે ધોનીને લેટેસ્ટ સીઝનમાં બૅટિંગ કરવાની ઓછી તક મળી છે ત્યારે મેદાન પર તેની એન્ટ્રીથી આખું સ્ટેડિયમ ઝૂમી ઊઠે છે. IPLના શોર મીટરમાં તેની એન્ટ્રી પર સૌથી વધારે ડેસિબલનો રેકૉર્ડ નોંધાયો છે. બાવીસમી માર્ચે ચેન્નઈ અને બૅન્ગલોર વચ્ચેની મૅચમાં ટૉસ પહેલાં મેદાન પર ધોનીની એન્ટ્રીને કારણે ફૅન્સે એટલો અવાજ કર્યો કે શોર મીટરમાં ૧૩૦ ડેસિબલનો આંકડો નોંધાયો, જે આ સીઝનનો શોર મીટરનો સૌથી મોટો આંકડો છે. 

sports news sports cricket news mahendra singh dhoni indian premier league