31 May, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધવલ કુલકર્ણી
ધવલ કુલકર્ણીને ગયા બુધવારે આગામી ૨૦૨૪-’૨૫ સીઝન માટે મુંબઈ રણજી ટીમના બોલિંગ મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ૩૫ વર્ષના કુલકર્ણીએ ચાર વર્ષ સુધી મુંબઈ ટીમના ફાસ્ટ બોલિંગ યુનિટનું નેતૃત્વ કર્યું હતું. ગઈ સીઝનમાં મુંબઈને રેકૉર્ડ ૪૨મી રણજી ટ્રોફી જીતવામાં મદદ કર્યા બાદ તેણે ક્રિકેટનાં તમામ સ્વરૂપમાંથી નિવૃત્તિ લીધી હતી. કુલકર્ણીએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે ભારત માટે ૧૨ ODI અને બે T20 ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી.
૨૦૦૮માં ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ધવલ કુલકર્ણીએ ૯૬ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨૮૫ વિકેટ ઝડપી છે, જ્યારે લિસ્ટ Aની ૧૩૦ મૅચમાં ૨૨૩ વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ની સર્વોચ્ચ કાઉન્સિલની બેઠકમાં સર્વસંમતિથી સુનીલ ગાવસકરને તેમના ૭૫મા જન્મદિવસે (૧૦ જુલાઈ) સન્માનિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.