19 March, 2023 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિવિલિયર્સ અને ગેઇલની જર્સીને બૅન્ગલોર કરશે રિટાયર
એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેઇલ દ્વારા પહેરવામાં આવેલી જર્સીના નંબરને રિટાયર કરી દેશે. આ બન્ને મહાન ક્રિકેટરોને ૨૬ માર્ચે આરસીબીના હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવશે. એથી જર્સી નંબર ૧૭ અને ૩૩૩ને હંમેશ માટે રિટાયર કરી દેવામાં આવશે. જર્સી નંબર ૧૭ પહેરનાર ડિવિલિયર્સ બૅન્ગલરો માટે ૨૦૧૧થી ૨૦૨૧ સુધી રમ્યો હતો. તેણે ટીમ માટે ૧૫૬ મૅચમાં ૪૪૯૧ રન બનાવ્યા હતા. તેણે નવેમ્બર ૨૦૨૧માં ક્રિકેટનાં તમામ ફૉર્મેટમાંથી નિવૃત્તી લીધી હતી. ૩૩૩ નંબરની જર્સી પહેરનાર વેસ્ટ ઇન્ડીઝનો
ગેઇલ બૅન્ગલોર માટે ૭ સીઝન સુધી રમ્યો હતો.