બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં જરૂર પડશે તો ડેવિડ વૉર્નર રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન લેવા તૈયાર છે

23 October, 2024 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરે બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટેની ટેસ્ટ-સિરીઝ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું હંમેશાં ઉપલબ્ધ છું. હું હંમેશાં આ બાબતે ગંભીર છું.

ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર ડેવિડ વૉર્નરે બૉર્ડર-ગાવસકર ટ્રોફી માટેની ટેસ્ટ-સિરીઝ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું હંમેશાં ઉપલબ્ધ છું. હું હંમેશાં આ બાબતે ગંભીર છું. સાચું કહું તો ફેબ્રુઆરીમાં મારી છેલ્લી ટેસ્ટ-મૅચથી ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ માત્ર ચાર ટેસ્ટ-મૅચ રમ્યા છે, એથી મારી તૈયારી લગભગ સમાન છે.’  વર્લ્ડ ટેસ્ટ-ચૅમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વૉલિફાય કરવાની તેમની તકોને મજબૂત કરવા માટે ઑસ્ટ્રેલિયા અને ભારત બન્ને માટે બાવીસમી નવેમ્બરથી આયોજિત પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઑસ્ટ્રેલિયન ટીમ સામે હાલમાં સારી ઓપનિંગ બૅટિંગ જોડી શોધવાનો પણ પડકાર છે.

david warner border-gavaskar trophy india australia test cricket cricket news sports news sports