Dattajirao Gaekwad No More: ક્રિકેટ જગતનો વડલો ભાંગી પડ્યો, સૌથી વડીલ ક્રિકેટરનું નિધન

13 February, 2024 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Dattajirao Gaekwad No More: દત્તાજીરાવ ગાયકવાડ ભારતના ભૂતપૂર્વ ઓપનર અને રાષ્ટ્રીય કોચ ઋંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓએ 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.

દત્તાજીરાવ ગાયકવાડ (તસવીર સૌજન્ય: ઈરફાન પઠાણનું એક્સ અકાઉન્ટ)

ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના સૌથી વડીલ એવા ટેસ્ટ ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ ગાયકવાડ (Dattajirao Gaekwad No More)નું મંગળવારે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે દત્તાજીરાવ ગાયકવાડ ભારતના ભૂતપૂર્વ ઓપનર અને રાષ્ટ્રીય કોચ ઋંશુમાન ગાયકવાડના પિતા હતા. તેઓએ 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. 

તમને જણાવી દઈએ કે તેઓ છેલ્લા 12 દિવસથી બરોડાની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી ICUમાં હતા. આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

ઈરફાન પઠાણે પાઠવી શ્રદ્ધાંજલિ

"મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વટવૃક્ષની છાયા નીચે, તેમની વાદળી મારુતિ કારમાંથી ભારતીય કપ્તાન ડી.કે. ગાયકવાડ સર (Dattajirao Gaekwad No More) બરોડા ક્રિકેટ માટે અથાક યુવા પ્રતિભાને શોધતા અમારી ટીમના ભાવિને ઘડતા હતા. હવે, તેઓની ગેરહાજરી અનુભવાશે. ખરેખર ક્રિકેટ જગતને મોટી ખોટ પડી છે.” એમ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.

દત્તાજીરાવ ગાયકવાડ (Dattajirao Gaekwad No More) ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડના પિતા હતા, જેમણે 1975 અને 1987 વચ્ચે ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI રમ્યા હતા.

આટલી સદી તેઓના નામે બોલે છે

તેઓએ 11 મેચમાં 350 રન બનાવ્યા હતા, જેમાં તેમની ટેસ્ટ કારકિર્દીમાં એક અર્ધસદીનો સમાવેશ થાય છે. તેમણે 1959માં ઈંગ્લેન્ડમાં એક શ્રેણી દરમિયાન ચાર ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. 

તમને જણાવી દઈએ કે દત્તાજીરાવ ગાયકવાડની 17 વર્ષની કારકિર્દીમાં બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સફળ રન બનાવનાર ખેલાડી રીયા છે. વર્ષ 1947થી 1964 સુધી તેઓએ 110 મેચોમાં 5788 રન બનાવ્યા જેમાં 17 સદી અને 23 અર્ધસદીનો સમાવેશ થાય છે.

રાઇટ હેન્ડર એવા આ ક્રિકેટરે (Dattajirao Gaekwad No More) વર્ષ 1952માં લીડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે તેની શરૂઆત કરી હતી અને તેઓની અંતિમ આંતરરાષ્ટ્રીય રમત 1961માં ચેન્નાઈમાં પાકિસ્તાન સામે હતી. રણજી ટ્રોફીમાં પણ ગાયકવાડે 1947થી 1961 દરમિયાન બરોડાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વર્ષ 2016માં સૌથી મોટી ઉંમરના તેઓ ક્રિકેટર રહ્યા હતા. તેઓનો સર્વોચ્ચ સ્કોર 1959-60 સીઝનમાં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રન હતો. તેમના પહેલા દીપક શોધન ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર હતા. ભૂતપૂર્વ બેટ્સમેન શોધનનું 87 વર્ષની વયે અમદાવાદમાં અવસાન થયું છે.

અમદાવાદમાં 87 વર્ષની વયે ભૂતપૂર્વ બેટર દીપક શોધનનું અવસાન (Dattajirao Gaekwad No More) થતાં તે 2016માં ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. ભારતીય ક્રિકેટર્સ એસોસિએશને પણ તેઓના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, જેમણે બરોડા ક્રિકેટના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેઓની પોસ્ટમાં જણાવાયું હતું કે ખૂબ જ દુઃખ સાથે, અમે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દત્તાજીરાવ કે ગાયકવાડના નિધનની પોસ્ટ મૂકીએ છીએ”

sports news sports cricket news irfan pathan celebrity death test cricket