ચેન્નઈએ ૮.૪૦ કરોડમાં ખરીદેલા સમીર રિઝવીએ ફટકારી ટ્રિપલ સેન્ચુરી

27 February, 2024 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશનો કૅપ્ટન ૨૦ વર્ષનો સમીર રિઝવી પોતાના ધમાકેદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યો છે.

સમીર રિઝવી

સૌરાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચે સી. કે. નાયડુ ટ્રોફીની ચાર દિવસીય ક્વૉર્ટર ફાઇનલ મૅચની શરૂઆત થઈ છે.  ઉત્તર પ્રદેશનો કૅપ્ટન ૨૦ વર્ષનો સમીર રિઝવી પોતાના ધમાકેદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યો છે. આઇપીએલની શરૂઆત પહેલાં જ સમીર રિઝવીએ સૌરાષ્ટ્ર સામે ૩૩ ચોગ્ગા અને ૧૨ સિક્સરની મદદથી ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે. તેણે ૨૬૬ બૉલમાં  ૧૧૭.૨૯ના સ્ટ્રાઇક રેટથી ૩૧૨ રન ફટકાર્યા હતા. તેણે માત્ર ૩૩ ચોગ્ગાની મદદથી ૧૩૨ રન અને ૧૨ સિક્સરની મદદથી ૭૨ રન, આમ માત્ર બાઉન્ડરીની મદદથી ડબલ સેન્ચુરી ફટકારી હતી. ઉત્તર પ્રદેશની ટીમે ૬૮૪/૬ના સ્કોર પર પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આઇપીએલ ૨૦૨૪ના ઑક્શનમાં ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કૅપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે આ ૨૦ વર્ષના ક્રિકેટર માટે બોલી લગાવી હતી. અંતે ધોનીની ટીમે તેને ૮.૪૦ કરોડ રૂપિયામાં સફળતાપૂર્વક પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

sports news sports cricket news chennai super kings