midday

કિંગ્સ કપની ફાઇનલમાં હાર થતાં ક્રિસ્ટિઆનો રોનાલ્ડો મેદાન પર રડ્યો

02 June, 2024 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સતત બીજી સીઝન છે જેમાં રોનાલ્ડોની હાજરી છતાં અલ નાસર ટીમ સાઉદી અરેબિયામાં કોઈ મોટી ટુર્નામેન્ટ જીતવામાં અસફળ રહી
ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

ક્રિસ્ટિઆનો રોનાલ્ડો

ટીમ અલ નાસરની કિંગ્સ કપ ફાઇનલમાં અલ હિલાલ સામે હાર થતાં દિગ્ગજ ફુટબૉલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો આંસુ રોકી શક્યો નહોતો. ટીમની હાર બાદ જ્યારે રોનાલ્ડો સ્ટેડિયમની બહાર આવ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતાં. આ સતત બીજી સીઝન છે જેમાં રોનાલ્ડોની હાજરી છતાં અલ નાસર ટીમ સાઉદી અરેબિયામાં કોઈ મોટી ટુર્નામેન્ટ જીતવામાં અસફળ રહી. અલ હિલાલે પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી મૅચ જીતી લીધી હતી. આ પહેલાં અલ નાસર સાઉદી પ્રો લીગમાં બીજા ક્રમે રહી હતી. રોનાલ્ડો માટે રાહતની વાત હતી કે તેણે પ્રો લીગની આ સીઝનમાં રેકૉર્ડ ૩૫ ગોલ કર્યા હતા. બીજી તરફ ટુર્નામેન્ટની એક પણ મૅચ ન રમનાર બ્રાઝિલનો ફુટબૉલર નેયમાર પોતાની ફુટબૉલ ક્લબ અલ હિલાલ સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. 

Whatsapp-channel
cristiano ronaldo football sports news