24 February, 2023 07:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: સૌ વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બૉલર વિરાટ કોહલીએ મુંબઈના અલીબાગમાં (Virat Kohli Bought Bunglow in Alibaug)બંગલો ખરીદ્યો છે. ક્રિકેટરે 2000 વર્ગ ફૂટનો વિલા ખરીદ્યો છે. મુંબઈના અલીબાગ વિસ્તારમાં આવેલા આ બંગલાની કિમત 6 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની અલીબાગમાં આ બીજી સંપત્તિ છે. આ પહેલા તે પત્ની અનુષ્કા શર્મા સાથે મુંબઈના વર્લીમાં ઓંકાર ટાવરમાં ઘર ખરીદી ચૂક્યા છે. અલીબાગ એરિયા સ્થિત વિરાટનો આ બંગલો ખુબ જ આલિશાન છે.
એબીપી ડૉટ કૉમના એક અહેવાલ મુજબ એડવોકેટ મહેશ મ્હાત્રેના જણાવ્યા અનુસાર, નિવાસસ્થાન તેની પ્રાકૃતિક સુંદરતાને કારણે પસંદગીનું સ્થળ છે. આવાસ માંડવા જેટીથી 5 મિનિટના અંતરે છે. સ્પીડ બોટથી હવે મુંબઈનું અંતર 15 મિનિટનું થઈ ગયું છે. મહેશ મ્હાત્રે જેઓ આવાસ લિવિંગ અલીબાગ એલએલપીના કાયદાકીય સલાહકાર તરીકે કામ કરે છે તેના અનુસાર, વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે જેના કારણે તેનો ભાઈ વિકાસ કોહલી રજીસ્ટ્રેશનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા સબ-રજિસ્ટ્રાર ઓફિસ ગયો હતો. કોહલીએ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 36 લાખની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. આ ડીલમાં વિરાટને 400 ચોરસ ફૂટનો સ્વિમિંગ પૂલ પણ મળશે.
વિરાટની આ બીજી પ્રોપર્ટી અલીબાગમાં છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ અલીબાગ વિસ્તારમાં ખરીદેલી આ બીજી પ્રોપર્ટી છે. 1 સપ્ટેમ્બર 2022ના રોજ, વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ ગિરાડ ગામમાં 36,059 ચોરસ ફૂટમાં ફેલાયેલું ફાર્મહાઉસ રૂ. 19.24 કરોડમાં ખરીદ્યું હતું. તે સમીરા લેન્ડ એસેટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને સોનાલી રાજપૂત પાસેથી ખરીદવામાં આવી હતી. ત્યારે પણ વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલી તેમના વતી અધિકૃત હસ્તાક્ષરકર્તા બન્યા હતા. તે સમયે તેણે રૂ.1.15 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી હતી.