હાર્દિક-નતાશા ‘ફરી પરણશે’

14 February, 2023 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડકાળમાં કોર્ટ મૅરેજ કરવાં પડ્યાં, હવે સેલિબ્રિટી કપલનું ઉદયપુરમાં વૅલેન્ટાઇન્સ ડેએ ગ્રૅન્ડ સેલિબ્રેશનમાં ‘વાઇટ વેડિંગ’

નતાશા સ્ટૅન્કોવિચ અને હાર્દિક પંડ્યા

ભારતનો ટી૨૦ કૅપ્ટન તેમ જ ટીમ ઇન્ડિયાનો ટોચનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટૅન્કોવિચ ‘ફરી લગ્ન કરવાનાં છે.’ તેઓ ૧૪ ફેબ્રુઆરીએ (વૅલેન્ટાઇન્સ ડેએ) ઉદયપુરમાં ગ્રૅન્ડ સેલિબ્રેશનમાં પાછાં લગ્નગ્રંથિથી જોડાશે. આ મૅરેજ ‘વાઇટ વેડિંગ’ તરીકે ઓળખાશે. ‘વાઇટ વેડિંગ’ ચર્ચમાં પરંપરાગત રીતે થાય છે જેમાં દુલ્હન સફેદ ડ્રેસ પહેરે છે.

૨૦૨૦ની ૩૧ મેએ કોવિડકાળ દરમ્યાન તેમણે ઉતાવળે લગ્ન કર્યાં હતાં. ત્યારે કોર્ટ મૅરેજ કર્યા બાદ એ જ વર્ષમાં (૩૦ જુલાઈએ) તેમને ત્યાં પુત્ર અવતર્યો હતો. નતાશાએ બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ અગસ્ત્ય રાખવામાં આવ્યું છે. હવે હાર્દિક-નતાશાની જે ભવ્ય મૅરેજ સેરેમની થશે એમાં તેમનો પુત્ર પણ હાજર હશે. આ ભવ્ય સમારંભ ૧૩થી ૧૬ ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં હલ્દી અને મેંદીથી લઈને સંગીત સમારોહનો પણ સમાવેશ હશે. ૧ જાન્યુઆરીએ હાર્દિક-નતાશાએ ત્રીજી એન્ગેજમેન્ટ ઍનિવર્સરી ઊજવી હતી.

sports sports news indian cricket team cricket news hardik pandya udaipur