​ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહની ભવિષ્યવાણી સાચી પડી: કૅપ્ટન રોહિત શર્માએ બાર્બેડોઝની ધરતી પર તિરંગો લગાવ્યો

01 July, 2024 12:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જય શાહે આ ભવિષ્યવાણી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફેબ્રુઆરીમાં રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમૅચ પહેલાં કરી હતી

જય શાહ

T20માં જીત બાદ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહની ભવિષ્યવાણી સોશ્યલ મીડિયા પર યાદ કરવામાં આવી રહી છે જેમાં તેમણે રોહિતની કૅપ્ટન્સીમાં બાર્બેડોઝના મેદાન પર તિરંગો લગાવવાનો દાવો કર્યો હતો. જય શાહે આ ભવિષ્યવાણી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ફેબ્રુઆરીમાં રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમૅચ પહેલાં કરી હતી. જય શાહ SCA સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવાના પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે એ સમયે કહ્યું હતું કે ‘ભારત સતત ૧૦ મૅચ જીતવા છતાં ૨૦૨૩માં ODI વર્લ્ડ કપ જીતી શક્યું નહોતું, પરંતુ અમે દિલ જીતી લીધાં હતાં. હું વચન આપું છું કે ૨૦૨૪માં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં અમે બાર્બેડોઝમાં ભારતીય ધ્વજ લગાવીશું.’ ખરેખર ૨૯ જૂને બાર્બેડોઝમાં આ ઘટનાની સાક્ષી આખી દુનિયા બની હતી.