23 March, 2025 10:24 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ભૂતપૂર્વ ઇન્ટરનૅશનલ ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિનના રમતમાં યોગદાનને માન્યતા આપતાં ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશન (GCC)એ સર્વાનુમતે ચેન્નઈના વેસ્ટ મામ્બલમના એક રસ્તાનું નામ આ ઑફ-સ્પિનરના નામ પર રાખવાનો ઠરાવ પસાર કર્યો છે. આ દરખાસ્ત અનુસાર વેસ્ટ મામ્બલમમાં રામકૃષ્ણપુરમ ફર્સ્ટ સ્ટ્રીટનું નામ બદલવામાં આવશે. અશ્વિનનું ઘર પણ આ જગ્યાએ છે. ઠરાવ પસાર કરતાં પહેલાં GCCએ અશ્વિનના યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સરકારની મંજૂરી માગી હતી.