25 January, 2025 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચરિથ અસલંકા
૨૦૨૪માં વન-ડે ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર વિશ્વભરના પ્લેયર્સમાંથી ટોચના ૧૧ ક્રિકેટર્સને વન-ડે મેન્સ ટીમ ઑફ ધ યર 2024માં સ્થાન આપવામાં આવ્યું હતું. શ્રીલંકાના ચાર, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ત્રણ-ત્રણ અને વેસ્ટ ઇન્ડીઝના એક ક્રિકેટરને ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકાના કૅપ્ટન ચરિથ અસલંકાને આ ટીમના કૅપ્ટન બનવાનું સન્માન મળ્યું છે. તેણે ૨૦૨૪માં ૧૫ વન-ડેમાં ૫૦.૨ની ઍવરેજથી ૬૦૫ રન બનાવ્યા છે જેમાં એક સેન્ચુરી અને ચાર ફિફ્ટીનો સમાવેશ થાય છે.
ભારત સહિત ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ જેવી મોટી ટીમના એક પણ પ્લેયરને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. ગયા વર્ષે ભારત ફક્ત ત્રણ વન-ડે રમ્યું હતું. શ્રીલંકામાં રમાયેલી આ ત્રણ મૅચમાંથી ભારતીય ટીમને બે મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક મૅચ ટાઇ રહી હતી.
ICC વન-ડે મેન્સ ટીમ આૅફ ધ યર 2024
ચરિથ અસલંકા (શ્રીલંકા), સૈમ અયુબ (પાકિસ્તાન), રહમાનુલ્લાહ ગુરબાઝ (અફઘાનિસ્તાન), પથુમ નિસંકા (શ્રીલંકા), કુસલ મેન્ડિસ (શ્રીલંકા), શર્ફેન રૂધરફોર્ડ (વેસ્ટ ઇન્ડીઝ), અઝમતુલ્લાહ ઉમરઝાઈ (અફઘાનિસ્તાન), વાનિન્દુ હસરંગા (શ્રીલંકા), શાહીન શાહ આફ્રિદી (પાકિસ્તાન), હારિસ રઉફ (પાકિસ્તાન), અલ્લાહ મોહમ્મદ ગઝનફર (અફઘાનિસ્તાન).