Champions Trophy 2025: પાક. પૂર્વ ક્રિકેટરે ICC માટે કહ્યું-જેમ જય શાહ કહેશે...

23 July, 2024 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Basit Ali on BCCI: ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થવાનું છે જેની હોસ્ટિંગ પાકિસ્તાન પાસે છે. આ ટૂર્નામેન્ટ પહેલે બીસીસીઆઈએ ભારતે પાકિસ્તાન પ્રવાસ કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે.

જય શાહની ફાઈલ તસવીર

Basit Ali on BCCI: ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં થવાનું છે જેની હોસ્ટિંગ પાકિસ્તાન પાસે છે. આ ટૂર્નામેન્ટ પહેલે બીસીસીઆઈએ ભારતે પાકિસ્તાન પ્રવાસ કરવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે જેના પછી ભારત-પાકિસ્તાનના દિગ્ગજો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ચૂક્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ બીસીસીઆઈની ખૂબ જ ટીકા કરી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટ બાસિત અલીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)માં ભારતના વર્ચસ્વને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

પૂર્વ પાકિસ્તાન દિગ્ગજે આ દરમિયાન બીસીસીઆઈની ટીકા કરી અને તેમણે આ આરોપ લગાડ્યો છે કે આઈસીસીમાં ભારતનો પ્રભાવ એટલો વધારે છે કે તે જે ઈચ્છે તે કરી શકે છે અને આઈસીસીના બાકી સભ્ય દેશોનો મત વણજોયું કરી શકે છે.

બાસિત અલીએ ICCમાં ભારતના વર્ચસ્વને લઈને BCCI પર નિશાન સાધ્યું
વાસ્તવમાં, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં આયોજિત થવાની છે. આ ટૂર્નામેન્ટ પહેલા PCB મુશ્કેલ પરિસ્થિતિમાં છે, કારણ કે ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

BCCI ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોને જોતા ભારત પાકિસ્તાન પ્રવાસના પક્ષમાં નથી. તે જ સમયે, BCCIએ ICCને હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવા કહ્યું છે.

દરમિયાન, ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે, પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી બાસિત અલીએ તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા BCCIની ટીકા કરી હતી.

બાસિતે કહ્યું, “5-6 બોર્ડ જો હૈં દુમ હિલાતે હમે વો બાત કરેંગે જો જય શાહ બોલેંગે (તે 5-6 બોર્ડ ફક્ત તે જ કરે છે જે જય શાહ કહે છે). PCBના અધ્યક્ષ મોહસિન નકવીને લોલીપોપ આપવામાં આવી છે. મૂળભૂત રીતે, તેમને (અન્ય બોર્ડ દ્વારા) કહેવામાં આવ્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી, આપણે (પાકિસ્તાન) ભારત સામે દ્વિપક્ષીય શ્રેણી રમવી જોઈએ, પછી ભલે તે ઓસ્ટ્રેલિયા હોય કે ઈંગ્લેન્ડમાં, તેઓ (અન્ય બોર્ડ) ભારતને આ માટે રાજી કરશે નહીં."

`BCCI પાસે પૈસા છે, તેથી તમામ બોર્ડ તેમની વાત સાંભળે છે`
બાસિતે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે BCCI પાસે પૈસા છે જેના કારણે દરેક બોર્ડ તેમના પક્ષમાં બોલવા તૈયાર છે. તેણે કહ્યું કે જો તે કહે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે તો તેઓ સહમત થશે. જો તે કહે છે કે તે હાઇબ્રિડ મોડલ હશે, તો તેઓ પણ તેની સાથે જશે. તેનું કારણ એ છે કે જ્યારે તેમના ખેલાડીઓ IPLમાં રમે છે ત્યારે BCCI તેમના બોર્ડને મોટી રકમ ચૂકવે છે, પછી તે અંગ્રેજી બોર્ડ હોય, ન્યુઝીલેન્ડ બોર્ડ હોય, વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ હોય કે ઓસ્ટ્રેલિયન બોર્ડ હોય.

champions trophy jay shah board of control for cricket in india international cricket council cricket news pakistan sports news sports