વિરાટ અને અનુષ્કા સહિત ક્રિકેટ-ફૅન્સ થયાં આશ્ચર્યચકિત જ્યારે કિવી ટીમના ગ્લેન ફિલિપ્સે પકડ્યો ફ્લાઇંગ કૅચ

04 March, 2025 06:51 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

મૅચમાં બે કૅચ પકડનાર ગ્લેન ફિલિપ્સે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મૅચમાં પાકિસ્તાન સામે કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને પણ આ જ રીતે ડાઇવ લગાવીને પકડેલા કૅચથી આઉટ કર્યો હતો.

શૉર્ટ પૉઇન્ટ પર ફીલ્ડિંગ કરનાર ગ્લેન ફિલિપ્સે શાનદાર ડાઇવ લગાવીને પકડ્યો કિંગ કોહલીનો કૅચ.

૩૦૦મી વન-ડે મૅચ રમી રહેલા વિરાટ કોહલીએ સાતમી ઓવરમાં મૅટ હેન્રીના બૉલ પર કટ શૉર્ટ માર્યો હતો જેને શૉર્ટ પૉઇન્ટ પર ફીલ્ડિંગ કરનાર ગ્લેન ફિલિપ્સે શાનદાર ડાઇવ લગાવીને એક હાથે ઝડપી લીધો હતો. ૨૮ વર્ષના આ ઑલરાઉન્ડના કૅચને જોઈને વિરાટ કોહલી, સ્ટેડિયમમાં હાજર તેની પત્ની અને બૉલીવુડ ઍક્ટ્રેસ અનુષ્કા શર્મા સહિત હજારો ક્રિકેટ-ફેન્સ દંગ રહી ગયાં હતાં.

ગ્લેન ફિલિપ્સનો કૅચ જોઈ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ રહી ગયાં દંગ.

આ મૅચમાં બે કૅચ પકડનાર ગ્લેન ફિલિપ્સે ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ઓપનિંગ મૅચમાં પાકિસ્તાન સામે કૅપ્ટન મોહમ્મદ રિઝવાનને પણ આ જ રીતે ડાઇવ લગાવીને પકડેલા કૅચથી 
આઉટ કર્યો હતો. ૦.૬૨ સેકન્ડના રિઍક્શન ટાઇમમાં ગ્લેન ફિલિપ્સે આ કૅચ પકડીને વિરાટ કોહલીને ૧૧ રનના સ્કોર પર પૅવિલિયન તરફ જવા મજબૂર કર્યો હતો.

champions trophy virat kohli anushka sharma india new zealand cricket news sports news sports