15 January, 2025 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ વિશે મહત્ત્વપૂર્ણ જૅકેટ લૉન્ચ કર્યું
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે ગઈ કાલે ICCના પ્રોમો વિડિયો દ્વારા ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ વિશે મહત્ત્વપૂર્ણ જૅકેટ લૉન્ચ કર્યું છે. ૧૯૯૮થી રમાતી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ૨૦૦૯થી વિજેતા ટીમ ટ્રોફી ઉપાડતાં પહેલાં સફેટ જૅકેટ પહેરે છે. ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયા, ૨૦૧૩માં ભારત અને ૨૦૧૭માં પાકિસ્તાની પ્લેયર્સને આ આઇકૉનિક જૅકેટ પહેરવાની તક મળી હતી. આ ચૅમ્પિયન્સનું જૅકેટ મહાનતા અને નિશ્ચયનું પ્રતીક માનવામાં આવે છે.