પીઠની સર્જરી બાદ કૅમેરન ગ્રીન ૬ મહિના ક્રિકેટથી દૂર રહેશે

21 October, 2024 12:57 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના સ્ટાર ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીનની હાલમાં પીઠની સર્જરી થઈ છે. આ વિશે પચીસ વર્ષના આ ક્રિકેટરે તેના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો પણ શૅર કર્યા છે

ઑસ્ટ્રેલિયાના સ્ટાર ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીનની હાલમાં પીઠની સર્જરી થઈ

ઑસ્ટ્રેલિયાના સ્ટાર ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીનની હાલમાં પીઠની સર્જરી થઈ છે. આ વિશે પચીસ વર્ષના આ ક્રિકેટરે તેના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો પણ શૅર કર્યા છે, જેમાં તે સર્જરી પછી કૉફી-વૉકનો આનંદ લેતો જોવા મળ્યો હતો. ગયા મહિને ઇંગ્લૅન્ડ ટૂર દરમ્યાન તેને પીઠમાં તકલીફ થઈ હતી. કરોડરજ્જુની નીચેના ભાગની સર્જરી કરાવ્યા બાદ હવે તે લગભગ ૬ મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે જેથી તેને વધુ ઇન્જરી ન થાય અને તે સંપૂર્ણ ફિટ થઈ શકે. આ સર્જરીને કારણે તે ભારત સામેની બૉર્ડર-ગાવસકર ટ્રોફી પણ નહીં રમી શકશે. 

australia india border-gavaskar trophy test cricket cricket news sports sports news