24 October, 2024 09:31 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રેટ લી
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ ભારતીય ટીમને મજબૂત ટીમ ગણાવીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આજના દિવસોમાં અને પેઢીમાં ભારત એક શક્તિશાળી ટીમ છે જે કોઈની સામે ઝૂકવા માગતી નથી. તેઓ જાણે છે કે કેવી રીતે જીતવું અને તેઓ જાણે છે કે ઑસ્ટ્રેલિયાને કેવી રીતે હરાવી શકાય. તેઓ જાણે છે કે તેઓ કોઈ પણ દિવસે કોઈ પણ ટીમને હરાવી શકે છે. ભારત રક્ષણાત્મક રીતે રમવા માગતું નથી.’
બૅન્ગલોર ટેસ્ટમાં ભારતીય ટીમના પ્રદર્શન વિશે વાત કરતાં બ્રેટ લીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ભારત જે રીતે રમ્યું એના પર તેમને ગર્વ નહીં થાય. એણે કેટલાક ખૂબ જ ઢીલા શૉટ રમ્યા હતા. તમારે જોખમી પરિબળને પણ ધ્યાનમાં લેવું પડશે. ભારતીયોએ સ્થિતિનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવું જોઈએ.’
ઑસ્ટ્રેલિયા ટૂર પર જતાં પહેલાં ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે પુણે અને મુંબઈમાં વધુ બે ટેસ્ટ-મૅચ રમશે. બૉર્ડર-ગાવસકર ટ્રોફીની તૈયારીના ભાગરૂપે ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાની ધરતી પર બે પ્રૅક્ટિસ-મૅચ પણ રમશે.