14 December, 2024 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ BYS ટીમ
કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં ગયા રવિવારે રમાયેલી બ્રાહ્મણ’સ પ્રીમિયર લીગ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ BYS ટીમે જીતી લીધી હતી. ધરતી જોષી અને સપોર્ટરો દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલા બાદ યોજાયેલા ફાઇનલ જંગમાં શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ BYS ટીમે શ્રી ઔદીચ્ય સાઠા સુપર કિંગ્સને ૧૪ રનથી માત આપી હતી. શ્રી સિમ્બર ઔદીચ્ય બ્રાહ્મણ BYS ટીમે ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં ૬ ઓવરમાં બે વિકેટે ૫૬ રન બનાવ્યા હતા, જવાબમાં શ્રી ઔદીચ્ય સાઠા સુપર કિંગ્સ ૬ ઓવરમાં પાંચ વિકેટે ૪૨ રન જ બનાવી શક્યું હતું. શ્રી ઔદીચ્ય સાઠા સુપર કિંગ્સ ટીમ ફાઇનલમાં ભલે જીત નહોતી મેળવી શકી, પણ એણે બધા જ વ્યક્તિગત અવૉર્ડ જીતી લીધા હતા. તેમની ટીમનો કુશ ગોર બેસ્ટ બોલર, વિમલ ગોર બેસ્ટ બૅટર અને મૅન ઑફ ધ સિરીઝ તથા જય વ્યાસ બેસ્ટ વિકેટકીપર જાહેર થયા હતા.