07 November, 2024 08:52 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
રિકી પૉન્ટિંગ
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે આગામી બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT) વિશે મોટી ભવિષ્યવાણી કરીને સૌને ચોંકાવી દીધા છે. તેણે એક શોમાં BGTના રિઝલ્ટની વાત કરતાં કહ્યું હતું કે ‘મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ-આક્રમણમાં મોટું અંતર જોવા મળશે. વર્તમાન બૅટર્સ સાથે ભારતીય ટીમ સારી બૅટિંગ કરશે પણ ભારત માટે સૌથી મોટો પડકાર
ટેસ્ટ-મૅચમાં ૨૦ વિકેટ લેવાનો હશે. મને લાગે છે કે ભારત પાંચમાંથી એક ટેસ્ટ-મૅચ જીતશે. ઑસ્ટ્રેલિયા કદાચ થોડું વધુ સ્થિર છે, થોડું વધુ અનુભવી છે અને એને ઘરઆંગણે હરાવવું ખુબ મુશ્કેલ છે એથી હું ૩-૧ના રિઝલ્ટ સાથે જઈશ.’