03 January, 2025 10:21 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
ઍન્થની ઍલ્બનીસ
નવા વર્ષના પહેલા દિવસે ઑસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ ટીમે ઑસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરના ઘરે હાજરી આપી હતી. આ મુલાકાત દરમ્યાન પ્રાઇમ મિનિસ્ટર ઍન્થની ઍલ્બનીસે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે મજાક કરતાં કહ્યું હતું કે ‘અમે અહીં એક કાયદો પસાર કરી શકીએ છીએ જે મુજબ બુમરાહે ડાબા હાથથી અથવા માત્ર એક સ્ટેપ ચાલીને બોલિંગ કરવી પડશે. જ્યારે પણ તે બોલિંગ કરવા આવ્યો છે એ ખૂબ જ રોમાંચક અનુભવ રહ્યો છે.’
વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં ચાર ટેસ્ટ-મૅચમાં ૩૦ વિકેટ લઈને જમણા હાથનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૉપ વિકેટટેકર બોલર બન્યો છે.
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે આ મુલાકાત દરમ્યાન સૌને સંબોધિત કરતાં કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયા ફરવા માટે સુંદર દેશ છે, પરંતુ વિદેશી ક્રિકેટ ટીમ માટે મુશ્કેલ સ્થળ છે. દર્શક લાજવાબ રહ્યા છે. અમારે વધુ એક ટેસ્ટ-મૅચ રમવાની છે. આશા છે કે અમે દર્શકોનું મનોરંજન કરી શકીશું.’