06 January, 2025 10:43 AM IST | Sydney | Gujarati Mid-day Correspondent
સિડની ટેસ્ટ-મૅચના અંતિમ દિવસે કિંગ કોહલીએ સૅન્ડપેપર કાંડની યાદ અપાવવા આવા ઇશારા કર્યા હતા.
સિડની ટેસ્ટ-મૅચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઇન્જરીને કારણે છેલ્લા બે દિવસ વિરાટ કોહલી સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન બન્યો હતો. તેણે બીજી ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથની વિકેટ બાદ ઑસ્ટ્રેલિયન દર્શકોને સૅન્ડપેપર કાંડની યાદ અપાવીને મજાક કરી હતી. દર્શકો તરફ જોતાં તેણે પોતાનાં બન્ને ખીસાં ખાલી હોવાનો ઇશારો કર્યો હતો અને એવો પણ ઇશારો કર્યો હતો કે બૉલ પર ઘસવા માટે અમારી પાસે કંઈ નથી.
માર્ચ ૨૦૧૮માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-મૅચ દરમ્યાન ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ દ્વારા સૅન્ડપેપરથી બૉલ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં જેના કારણે એ સમયના કૅપ્ટન સ્ટીવ સ્મિથને તથા ડેવિડ વૉર્નરને અને કૅમરન બૅનક્રૉફ્ટને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા આકરી સજા કરવામાં આવી હતી.