ભારત સામે સૌથી વધુ ટેસ્ટ સેન્ચુરી હવે સ્ટીવ સ્મિથની

28 December, 2024 10:25 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથે ગઈ કાલે ભારત સામે અગિયારમી ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને રેકૉર્ડ સરજ્યો હતો

વિરાટ કોહલીએ ૧૪૦ રનની શાનદાર ઇનિંગ્સ રમવા બદલ સ્ટીવ સ્મિથને શાબાશી આપી હતી

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથે ગઈ કાલે ભારત સામે અગિયારમી ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને રેકૉર્ડ સરજ્યો હતો. સ્મિથ હવે ભારત સામે સૌથી વધુ ટેસ્ટ-સદી ફટકારનારો બૅટર બની ગયો છે. અત્યાર સુધી આ રેકૉર્ડ જો રૂટના નામે હતો જેણે ભારત સામે ટેસ્ટ-ક્રિકેટમાં ૧૦ સેન્ચુરી ફટકારી છે. સ્મિથે ભારત સામે ૪૩ ઇનિંગ્સમાં ૧૧ સદી નોંધાવી છે.

india australia border gavaskar trophy melbourne steve smith virat kohli cricket news sports news sports