26 December, 2024 09:59 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ટ્રૅવિસ હેડ ફૅમિલી સાથે, પૅટ કમિન્સ ફૅમિલી સાથે
ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ગઈ કાલે નર્સરી સ્કૂલ જેવું લાગતું હતું, કારણ કે ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સે બાળકો અને પત્ની સાથે ક્રિસમસના અવસર પર ત્યાં ખૂબ જ સારો સમય પસાર કર્યો હતો. ઑસ્ટ્રેલિયન પ્લેયર્સે બૉક્સિંગ ડે ટેસ્ટ મૅચ પહેલાં MCG ખાતે તેમની ફૅમિલી સાથે ક્રિસમસની મજા માણી હતી.
માર્નસ લબુશેન દીકરી સાથે
પત્ની અને દીકરીઓ સાથે ક્રિકેટ રમતો ઉસ્માન ખ્વાજા
હેડ કોચ ઍન્ડ્રુ મૅક્ડોનલ્ડના દીકરાએ નેટ-પ્રૅક્ટિસમાં ઑસ્ટ્રેલિયન બૅટર્સ સામે બોલિંગ કરવાની તક ઝડપી લીધી હતી, જ્યારે સ્ટીવ સ્મિથ તેના પપ્પા સાથે જોવા મળ્યો હતો. ચોથી ટેસ્ટ માટે ફિટ થયેલો ટ્રૅવિસ હેડ પણ તેની દીકરી, પત્ની અને દીકરા સાથે ગ્રાઉન્ડ પર સમય પસાર કરતો જોવા મળ્યો હતો. ચોથી ટેસ્ટ માટેની ઑસ્ટ્રેલિયન પ્લેઇંગ ઈલેવનમાં સામેલ બૅટર સૅમ કૉન્સ્ટૅસની ફૅમિલી તેને આ મેદાન પર આજે ડેબ્યુ કરતો જોવા આતુર છે.