13 December, 2024 10:03 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
રવિ શાસ્ત્રી
ભારતીય ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ગૅબામાં રમાનારી ત્રીજી ટેસ્ટને બૉર્ડર-ગાવસકર ટ્રોફીની નિર્ણાયક ટેસ્ટ ગણાવી છે. કૅપ્ટન રોહિત શર્માની બૅટિંગ-પોઝિશન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ‘રોહિત છેલ્લાં ૮-૯ વર્ષથી ઓપનિંગ બૅટ્સમૅન તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે. જો તે ઑસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મૂકવા માગતો હોય તો તેણે પહેલો પ્રહાર કરવો પડશે. ઇનિંગ્સની શરૂઆત એ એકમાત્ર જગ્યા છે જ્યાંથી તે આમ કરી શકે છે. એમાં કોઈ શંકા નથી કે શનિવારથી ગૅબામાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં વિજેતા ટીમ આખી સિરીઝ જીતી શકે છે.’