ભારતીય અને ઑસ્ટ્રેલિયન બોલર્સ વચ્ચે છે ૭૧૮ ટેસ્ટ-વિકેટનું અંતર

19 November, 2024 09:08 AM IST  |  Perth | Gujarati Mid-day Correspondent

બૉર્ડર-ગાવસકર ટ્રોફીની શરૂઆત પહેલાં ભારત અને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગ અટૅક પર ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે ઑસ્ટ્રેલિયાની ઝડપી પિચ પર ઑસ્ટ્રેલિયન બોલરો બાજી મારશે એની સંભાવના વધારે છે.

જસપ્રીત બુમરાહ, પૅટ કમિન્સ

બૉર્ડર-ગાવસકર ટ્રોફીની શરૂઆત પહેલાં ભારત અને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલિંગ અટૅક પર ઘણી ચર્ચા થઈ રહી છે. જોકે ઑસ્ટ્રેલિયાની ઝડપી પિચ પર ઑસ્ટ્રેલિયન બોલરો બાજી મારશે એની સંભાવના વધારે છે. આંકડાઓ પણ કાંગારૂના પક્ષે જ છે. બન્ને ટીમના ફાસ્ટ બોલર્સની ટેસ્ટ-વિકેટોની વાત કરીએ તો તેઓ વચ્ચે ૭૧૮ વિકેટનું અંતર છે.

આ સિરીઝમાં ઑસ્ટ્રેલિયન ટીમમાં સામેલ પાંચ ફાસ્ટ બોલર્સની કુલ ઇન્ટરનૅશનલ ટેસ્ટ-વિકેટ ૯૮૩ છે જેમાંથી ત્રણ મુખ્ય બોલર્સ મિચલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પૅટ કમિન્સના નામે જ ૯૦૦ ટેસ્ટ-વિકેટ છે અને ભારતીય ટીમના ૬ ફાસ્ટ બોલર્સ પાસે માત્ર ૨૬૫ વિકેટ છે. હર્ષિત રાણા અને નીતીશ કુમાર રેડ્ડી હજી સુધી એક પણ ટેસ્ટ રમી શક્યા નથી. ભારતીય ટીમ માટે હાલમાં સૌથી અનુભવી ટેસ્ટ બોલર મોહમ્મદ શમી છે તેણે ૬૪ ટેસ્ટમાં ૨૨૯ વિકેટ ઝડપી છે. જોકે આ સિરીઝમાં ભારતના યુવા બોલર્સ પણ ઑસ્ટ્રેલિયાના બોલર્સની જેમ તરખાટ મચાવવાની તૈયારીમાં છે.

આૅસ્ટ્રેલિયન બોલર્સનો ટેસ્ટ-રેકૉર્ડ 
મિચલ સ્ટાર્ક    ૩૫૮ વિકેટ
જોશ હેઝલવુડ    ૨૭૩ વિકેટ
પૅટ કમિન્સ    ૨૬૯ વિકેટ 
મિચલ માર્શ    ૪૮ વિકેટ 
સ્કૉટ બોલૅન્ડ    ૩૫ વિકેટ

ભારતીય બોલર્સનો ટેસ્ટ-રેકૉર્ડ 
જસપ્રીત બુમરાહ    ૧૭૩ વિકેટ
મોહમ્મદ સિરાજ    ૮૦ વિકેટ
આકાશ દીપ    ૧૦ વિકેટ 
પ્રસિદ્ધ કૃષ્ના    ૦૨ વિકેટ
હર્ષિત / નીતીશ    ૦૦ વિકેટ 

india australia border-gavaskar trophy pat cummins mitchell starc mohammed shami jasprit bumrah cricket news sports news sports